ઉચ્ચ નફાકારકલાંબાઅંતરનીસવારી
ઓછી સેવાચૂકવણી
તમારી પસંદગીનીરાઈડપસંદકરવાનીતક

inDrive.Outstation સાથે ડ્રાઇવરની સેવા આપો

ડ્રાઇવરની સેવા આપવા માટેની વિનંતી

તમારી વિનંતી બદલ આભાર

તમારી વિનંતી બદલ આભારઅમે +78 546 34 78 પર તમને કૉલ કરીશું અને અમારી ઍપમાં ડ્રાઇવર તરીકે નોંધણી કરવામાં તમારી સહાય કરીશું

ઍપ ડાઉનલોડ કરો
Oops! Something went wrong while submitting the form
655
શહેરો
2
બિલિયન રાઇડ રાઇડ
48
દેશ
175
મિલિયન ઍપ ઇન્સ્ટૉલ

ડ્રાઇવરો અમારી પસંદગી શા માટે કરે છે

નફાકારક રાઇડ
• તમને મુસાફરે શરૂઆતમાં કરેલી ઑફર પસંદ ન હોય, તો તમારું ભાડું ઑફર કરો
• સેવાના બદલામાં લઘુતમ રકમની ચુકવણી: વધુમાં વધુ ભાડાના 11.9%
તમને જોઈએ ત્યાં અને ત્યારે
• તમે ઓર્ડરો સ્વીકારો તે પહેલાં તેની વિગતો જુઓ: રૂટ, સમય અને ટિપ્પણીઓ
• તમે ઇચ્છો તેટલી વિનંતીઓ છોડી દેવાની સુવિધા
અમે હંમેશા તમારા માટે ઉપલબ્ધ છીએ
• 24/7 ઇન-ઍપ સપોર્ટ
• તમારી રાઇડ દરમિયાન સલામતીના સાધનો અને કટોકટી સમયે કૉલની સુવિધા

શરૂઆત કરવાની રીત

શરૂઆત કરવાની રીત

inDrive ડાઉનલોડ કરી નોંધણી કરાવો

તમારો ફોન નંબર કન્ફર્મ કરો અને સાઇડ મેનૂમાં 'ડ્રાઇવ મોડ' બટન પર ટેપ કરો. ડ્રાઇવર તરીકે નોંધણી કરો

રાઇડની વિનંતીઓ પસંદ કરો

સાઇડ મેનૂમાં, 'સિટી ટુ સિટી' ટૅબ ખોલો અને સૌથી ઉપર તમારો રૂટ દાખલ કરો. હવે તમે અનુકૂળ વિનંતીઓ જોઈ શકો છો

તમારું ભાડું ઑફર કરો

વિનંતી અંગે વધુ માહિતી જોવા માટે તેના પર ટેપ કરો. તમારી ઑફર મોકલો અથવા મુસાફરની શરતો સ્વીકારો

ઓર્ડર પૂરો કરો

રાઇડ કન્ફર્મ કરવા માટે, તમારી ઑફર સ્વીકારનાર મુસાફરને કૉલ કરો. તમે ગંતવ્ય સ્થાને પહોંચો એટલે, ઓર્ડર પૂરો થયો પર ટેપ કરો

ડ્રાઇવરની સેવા આપો

મૂળભૂત ચકાસણીની જરૂરિયાતો

B વર્ગ ધરાવતા 19 વર્ષથી વધુ વયના ડ્રાઇવર ઓર્ડર હાથ પર લઈ શકે છે
ડ્રાઇવર તરીકે અનુભવ - ઓછામાં ઓછો 1 વર્ષ
અમારી સાથે કામ કરવા માટે તમારી પાસે તમારી પોતાની કાર હોવી જરૂરી છે
ઍપ ડાઉનલોડ કરો

અમારી મફત ઍપ ડાઉનલોડ કરો

ઍપ ડાઉનલોડ કરો

ડાઉનલોડ કરવા માટે તમારા ફોનના કૅમેરા વડે કોડ સ્કૅન કરો

FAQ

સિટી ટુ સિટીમાં ડ્રાઇવર કેવી રીતે બનવું?

સલામતીની ખાતરી રહે તે માટે અમે ઍપમાં દરેક ડ્રાઇવરની માહિતી અને દસ્તાવેજોની ચકાસણી કરીએ છીએ. સાઇડ મેનૂમાં, ઑનલાઇન નોંધણી ખોલો અને 'સિટી ટુ સિટી' ટૅબ પસંદ કરો. ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

તમારી અરજી પર અમે 4 કલાકની અંદર પ્રક્રિયા કરીશું. ફોન સેટિંગમાં તમારા નોટિફિકેશન ચાલુ કરો, જેથી તમે કંઈ જ ચૂકી ન જાઓ.

સિટી રાઇડ માટે તમારા દસ્તાવેજોની ચકાસણી થઈ ચૂકી હોય, તો તમે સિટી ટુ સિટીમાં પણ ઓર્ડર સ્વીકારી શકો છો

હું દિવસના થોડા કલાક માટે જ ઓર્ડર સ્વીકારું તે શક્ય છે?

inDrive સાથે તમે તમારું પોતાનું સમયપત્રક બનાવી શકો છો અને તમને અનુકૂળ હોય તે સમયે જ રાઇડ ઑફર કરી શકો છો

મુસાફર રાઇડ માટે કેવી રીતે ભાડું ચુકવે છે?

મુસાફરો રોકડ અથવા ઑનલાઇન ટ્રાન્સફર મારફત રાઇડનું ભાડું ચુકવે છે

'સિટી ટુ સિટી' સેવા શહેરની અંદર જ ઉપલબ્ધ છે?

સિટી ટુ સિટી બે શહેર વચ્ચેની નફાકારક રાઇડ છે. કોઇ એક શહેરની અંદર ઓર્ડર સ્વીકારવા માટે, સાઇડ મેનૂમાં 'સિટી' ટૅબ પર જાઓ

કોઈ રૂટ પર કંઈ વિનંતી ન આવી હોય તો શું?

રૂટ સાચો હોવાનું તપાસો. વિવિધ વિસ્તારોમાં તમને સમાન નામ ધરાવતા શહેરો જોવા મળી શકે છે.


થોડી વધુ વાર રાહ જુઓ: કોઈ સમયે રૂટ પર થોડી જ વિનંતીઓ હોય તેમ બની શકે છે. તમે વિનંતીની સૂચિમાં નોટિફિકેશન ચાલુ કરી શકો છો, જેથી કોઈ નવી વિનંતીઓ ચૂકી ન જવાય

નવી વિનંતીઓ વિશેના નોટિફિકેશન કેવી રીતે ચાલુ કરવા?

નવી વિનંતીઓ વિશે નોટિફિકેશન મેળવવા માટે:
1. સાઇડ મેનૂમાં 'સિટી ટુ સિટી' ટૅબ ખોલો
2. ઉપરના ફિલ્ટરમાં, નીકળવાના અને પહોંચવાના શહેરો દાખલ કરો. તમે પહોંચવાના વધુમાં વધુ 10 શહેરો આપી શકો

3. ફેરફારો સાચવો

4. તમારા રૂટ પર નવી વિનંતીઓ વિશેના નોટિફિકેશન ચાલુ કરો

ભાવતાલ થઈ શકે તેવા ભાડાં સાથેની વિનંતીઓ શું છે?

કોઈ મુસાફરે તેમનું ભાડું સ્પષ્ટ કર્યું ન હોય, તો ભાવતાલ થઈ શકે તેવા ભાડાં સાથેની વિનંતી તમને દેખાશે. વિનંતી જુઓ અને તમારી ઑફર મોકલો. મુસાફર તમારું ભાડું જોશે અને તેમને અનુકૂળ લાગશે તો ઑફર સ્વીકારશે